
વિજાપુર સુંદરપુર ગામે પોલીસે વિદેશી દારૂની 72 બોટલ સાથે બુટલેગર ને ઝડપી પાડ્યો
પોલીસે વિદેશી દારૂ રૂપિયા 25900 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના સુંદરપુર ગામે બાતમીના આધારે રેડ કરી દારૂનો વેપાર કરતા ઇસમની પોલીસે અટકાયત કરી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહીતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ દ્વારા પ્રોહીબેશન તેમજ જુગારની પ્રવૃત્તિ ઓ નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા ની આપેલી સૂચના મુજબ એલસીબી પોલીસ પેટ્રોલીંગ માં હતી તે સમયે પોલીસ ને બાતમી મળી હતીકે સુંદરપુર ગામના પ્રવીણ ઠાકોર નામનો ઇસમ પોતાના ઘરે વિદેશી દારૂ સંતાડી ને ધંધો કરે છે. જે મુજબની મળેલી બાતમી ના આધારે એલસીબી પોલીસ તેમજ સ્થાનીક પોલીસ દ્વારા પ્રવીણ ઠાકોર ના ઘરે પોલીસ ટીમે છાપો મારી 72 બોટલ વિદેશી દારૂ રૂપિયા 25900/- નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રવીણ ઠાકોર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લાડોલ પોલીસ મથકે ગુનો નોંધી માલ ક્યાંથી મંગાવતો હતો માલ કોણ પૂરું પાડેછે તેની તપાસ હાથ ધરી છે.





