સરલા ગ્રામપંચાયત દ્વારા ચાલી રહેલ ગટર કામ બાબતે પક્ષપાતિ વલણ
વેપારીની દુકાન પાસે માલિકીની જમીનમાં કુંડીઓ ઉભી કરી દિધી

તા.27/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અરજદાર નારાયણભાઇ ઠાકરશીભાઇ લબકામણા,હરીકૃષ્ણભાઇ ઠાકરશીભાઇ લબકામણા મોજે સરલા ગામે મુળી સરા રોડ પર આવેલ જગ્યા પર ગટરનુ કામ પંચાયત દ્વારા ચાલી રહેલ છે જેમા અમોને જાણ કર્યા વગર કે કોઇપણ નોટીસ આપ્યા વગર અમારી માલિકીની જગ્યાને નુકસાન પહોચાડી કામગીરી કરેલ છે આ કામમા પક્ષ પાત થતો હોય તેમ લાગે છે પંચાયત દ્વારા અન્ય જગ્યાએ માગ એકજ લાઇન નાખવામા આવેલ છે અને અમારી જગ્યાની આગળ બે લાઇન નાખી છે અમારી જગ્યા બન્ને બાજુ કાચા પથ્થરની ખુલ્લી કુંડીયુ મુકેલ છે જેનુ પાણી અમારા મકાનના પાયામા પાણી ઉતરવાથી જમીનના પાયા બેસી જવાની ભીતી દેખાયા રહેલ છે જેથી આપ સાહેબને અરજ કરવાની કે આ કામની તપાસ તાત્કાલીન કરી અરજીનો જવાબ લેખીતમા અમોને આપો
એવી લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી
સરલા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારનો ભરડો લીધો હોય તેમ તમામ કામ ભ્રષ્ટાચારથી ભરપુર છે અને ઉજાગર પણ થયા છે તો આ તમામ કામો બાબતે જીલ્લા વિકાસ અધિકારી સ્થળ તપાસ હાથ ધરવામાં આવે તો સરકારી નાણાં ચાઉં થયા નું બહાર આવે તેમ છે ખરેખર ગટર કામ બાબતે કામ ખોટી રીતે નિયમો વિરુદ્ધ ચાલુ છે જયારે વેપારીની માલિકી જમીનમાં કોઈ કામ સરલા પંચાયત કરી ન શકે તેમ છતાં આ કામથી વેપારીની દુકાનને મોટું નુકસાન થાય તેમ છે તેમ અરજદાર વેપારીએ જણાવ્યું હતું આ બાબતે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે.