
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ
ભુજ,તા-02 મે : લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, કચ્છ શ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ ૧૫ દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે જિલ્લામાં કરવાની થતી વિશેષ પ્રવૃત્તિ હેઠળ જિલ્લાના વિવિધ ઉદ્યોગ ગૃહ સાથે મતદાન જાગૃતિ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિના વડપણ હેઠળ ભુજ નજીકની BKT કંપનીની મુલાકાત કરવામાં આવી હતી અને કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓ, કામદારો, શ્રમિકો વગેરેને લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી અને અચૂક મતદાન કરવા માટેના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય ઉદ્યોગગૃહોની પણ મુલાકાત કરવાનું આયોજન છે જેના થકી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારી શકાય.આજના આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ નેજા હેઠળ SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા,મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર, શિવુભા ભાટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.










