KALOL(Panchamahal)PANCHMAHAL
મીરાપુરી ગામ પંચાયત પાસે લોક કરી મુકેલ એકટીવા ની ચોરી થતા વેજલપુર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

તારીખ ૦૬/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર નજીક આવેલા મીરાપુરી ગામમાં ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા હકકુ મોબીન ઈસાક રાંટા એ પોતાની ફરિયાદ નોંધાવી જણાવેલ કે ગત ૨૫/૦૪ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે તેઓના પિતા એકટીવા લઈને ગામમાં ગયા હતા અને સાડા પાંચ કલાકે પરત આવી ગ્રામ પંચાયતની સામે લોક કરી એકટીવા મૂકી હતી સાંજના ૭:૩૦ કલાકે જોતા એકટીવા મળી આવેલ ન હતી આસપાસ તપાસ કરતા એકટીવા ન મળ્યું જેથી તા ૦૨/૦૫ ના રોજ તેઓએ સિટિઝન ઈ પોર્ટલ ઉપર એકટીવાની ચોરી અંગેની ફરિયાદ કરી હતી જેના રેફરન્સ નંબર આધારે વેજલપુર પોલીસ મથકે સોમવારના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે પંદર હજાર રૂપિયાની કિંમતની એકટીવાની ચોરી અંગે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]









