
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના ભિલોડા તાલુકાના ભટેળા ગામે માનનીય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરશે,ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યકર્મો યોજાઈ રહ્યા છે.અને લોકો ઉત્સાહ સાથે રથને આવકારે છે.
અરવલ્લીના ભિલોડા તાલુકાના ભટેળા ગામે માનનીય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમમાં મંત્રી એ સંબોધન કરતા જણાવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામડે ગામડે ફરવાનો છે. અને આ રથ મોદીની ગેરેન્ટી વાળો રથ છે. જેમાં ૧૭ જેટલી યોજનાઓ સામાન્ય માણસ સુધી સરકારની માહિતી પોહચે તે આ રથનો ઉદેશ્ય છે. ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે આ રથમાં અનેક યોજનાઓ છે.અને વડાપ્રધાનનો ઉદેશ્ય છે ખાસ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવમાં આવી છે.મહિલાઓ માટે આજે ઘરના ઉંબરે થી આકાશ સુધી વિકાસ થાય અને સફળતા મળે તે માટે અનેક ક્રાંતિકારી નિર્ણય વડાપ્રધાનશ્રીએ લીધા છે. આયુષ્માન કાર્ડ આજે નિઃશુલ્ક ૧૦ લાખ રૂપિયાથી કોઈપણ ગંભીર બીમારી સામે સારવાર મળશે.અને બિમારીઓથી કેટલી મુશ્કેલી પડતી હતી એ આજે આયુષ્માન કાર્ડ થકી સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ.આજે તમામ વર્ગના લોકોને ધ્યાને રાખીને ખૂબજ ઉમદા પ્રયાસો થકી સરકાર આપના આંગણે અનેક યોજનાઓ લઈને ફરી રહી છે’આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક,જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડારેકટર આર.એન.કુચારા,તાલુકાના પદાધિકારિ, નીલાબેન મડિયા,રાજુભાઈ નિનામા તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.









