

30 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
‘સાહિત્ય વારસો’ પરિવાર દ્વારા પ્રથમ કવિ સંમેલનનું આયોજન ‘ દોતોર સો રોહિત વાડી’ખેરાલુમાં તારીખ 29/10/2023 કરવામાં આવ્યું હતું.આજના ટેકનોલોજીના યુગમાં વિસરતા જતા ગુજરાતી વારસાને જાળવી રાખવા માટે સાહિત્ય સંમેલનો ખૂબ જ જરૂરી છે. સાહિત્ય વારસાના પ્રમુખ શ્રી માયુષ ચાણસોલ તથા સાહિત્ય વારસાના મહિલા પ્રમુખ શ્રીમતી દિવ્યા મંડલી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક મહેમાનો એ દીપ પ્રગટાવી પ્રાર્થનાથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં કવિગણ તથા શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. કવિઓએ પોતાની રચનાઓથી વાતાવરણને ખૂબ જ સુંદર બનાવ્યું હતું. ગઝલો કઈ રીતે લખવી, કેવી ગઝલો લખવી,તે વિશે GTPL ચેનલનાં ડિરેક્ટર શ્રી શૈલેશભાઈ પંડ્યા ‘ભીનાશ’ એ સુંદર માહિતી આપી હતી. તેઓએ પોતાની રચના પણ રજૂ કરી પોતાની કાબિલિયત બતાવી હતી. રસાણાનાના પ્રાથમિક શાળાના ઇનોવેટિવ તથા ઉત્સાહી શિક્ષક પ્રકાશભાઈ સોલંકી પોતાની બે રચનાઓ રજૂ કરી હતી. આ પ્રસંગે ભોજનનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા સેશનમાં ટ્રોફી થતા સર્ટિફિકેટ આપી કવિ ગણને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સંમેલન માં પ્રસંગમાં ભાગ લઈ શ્રી પ્રકાશભાઈએ શાળા પરિવાર તથા રસાણાનાના ગામનું ગૌરવ વધાર્યું હતું. વિનોદ બાંડિવાલા.









