વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં NFSA અને PMGKY હેઠળ છેલ્લા બે વર્ષમાં ૧,૬૩,૬૨૦ મે.ટનથી વધારે અનાજનું જરૂરીયાતમંદોને વિતરણ કરાયું
રાજયના ગરીબો-જરૂરિયાતમંદોને રાહત દરે તેમજ વિનામૂલ્યે અનાજ ઉપલબ્ધ થાય તે માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – (NFSA) ૨૦૧૩ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના – PMGKY કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં મહીસાગર જિલ્લામાં કુલ ૧,૬૩,૬૨૦.૮૯ મેટ્રિક ટન અનાજના જથ્થાનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે, તેમ વિધાનસભાગૃહમાં તારાંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્નના જવાબમાં વિગતો આપતા જણાવ્યું હતું.
વધુમાં મહીસાગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં NFSA અને PMGKY અંતર્ગત કડાણા તાલુકામાં ૨૦,૯૧૫.૮૭૪ મેટ્રિક ટન, ખાનપુર તાલુકામાં ૧૮,૭૭૦.૦૬૯ મેટ્રિક ટન, બાલાસિનોરમાં ૨૫,૧૫૩.૧૩૫ મેટ્રિક ટન, લુણાવાડામાં ૪૦,૫૮૪.૭૫૭ મેટ્રિક ટન, વિરપુરમાં ૧૭,૨૮૬.૩૬૩, તેમજ સંતરામપુર તાલુકામાં ૪૦,૯૧૦.૬૯૨ મેટ્રિક ટન એમ કુલ ૧,૬૩,૬૨૦.૮૯ મેટ્રિક ટન અનાજના જથ્થાનું રાહત દરે-વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.








