HALOLPANCHMAHAL

હાલોલ-જીલ્લા એસપી હિમાંશુ સોલંકીની આગેવાનીમાં નગરજનો સાથે લોકસંવાદ યોજાયો

તા.૨૦.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરજનો સાથે સંવાદ કરવાનો અને તેઓના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવાનો પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો.આ પ્રસંગે ટાઉન પોલીસ મથકે કોન્સ્ટેબલ,અને અધિકારીઓ વચ્ચે નિરીક્ષણ પરેડ યોજી હતી.અધિક્ષકે પરેડ માં ઉભેલા કોન્સ્ટેબલો વચ્ચે પહોંચી તમામ નું બારીકાઈ થી નિરીક્ષણ કર્યું હતું.ત્યાર બાદ હાલોલ પ્રેસ મિત્રો, નગરજનો,આગેવાનો અને ઉપસ્થિત કાર્યકરો સાથે સંવાદ કરી તેઓની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. હાલોલના સિનિયર પત્રકાર દ્વારા હાલોલ નગર માં આરટીઓ નંબર પ્લેટ વગર ફરતા વાહનો, કાળી ફિલ્મ લગાવીને અને પોલીસ તથા પ્રેસ લખી ફરતા વાહનો સામે તપાસ અને કાર્યવાહી માટે રજુઆત કરી હતી.જેમાં એસપી એ આવા વાહનો લઈ ફરતા લોકો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.જ્યારે નગર માં ઉભી થતી ટ્રાફિક સમસ્યા, કેટલાક જાહેર સ્થળ ઉપર સીસીટીવી કાર્યરત કરવા. હાલોલ બાયપાસ રોડ ઉપર કંજરી ચોકડી પાસે પોલીસ ચોકી બાબતે,સાઇબર ક્રાઈમ ના બનતા વધુ બનાવો અંગે અને એસટી ડેપો માં સીસીટીવી કાર્યરત કરવા, અને પાવાગઢ પદયાત્રીઓ માટે ની ફૂટપાથ ના દબાણો હટાવવા જેવા મુદ્દાઓ ની રજુઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલ DYSP વી.જે.રાઠોડ,હાલોલ સીપીઆઈ એ.બી.ચૌધરી,હાલોલ ટાઉન પીઆઈ એ.કે.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button