GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેરના મીલપ્લોટ ચોક નજીક રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ નંગ ૦૬ સાથે એક શખ્સની અટક કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર મીલપ્લોટ ચોક ખાતે દરોડો પાડી આરોપી સાહીલભાઈ હુશેનભાઈ પીપરવાડીયા ઉવ.૨૦ રહે.વાંકાનેર જીનપરા શેરી નં-૧૩ના કબ્જામાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ કંપનીની બોટલ નંગ-૦૬ કી.રૂ.૩૧૨૦/- નો વેચાણ કરવાના આશયથી રેઈડ દરમ્યાન મળી આવતા આરોપીની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button