

24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જગાણા દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ યોજાય છે. આજ રોજ અંબાજી યાત્રાળુઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો હતો આ સેવા કેમ્પ છેલ્લા ઘણા વર્ષોથી પદયાત્રીઓ ના સેવા માટે યોજાય છે અંબાજી જતા યાત્રાળુઓને ચા-નાસ્તો, લીબુ-શરબત, ભોજન તેમજ દવાઓ સહિતનો સક્રિય કેમ્પ શરૂ કરવામાં આવતા વાતાવરણમાં એક નવીજ સ્ફૂર્તિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ યાત્રાળુઓને સારી અને સુંદર સુવિધાઓ મળશે આ પ્રસંગે જશવંતભાઇ જેગોડા અધિક કલેકટર, મહંતશ્રી ચંદનગીરી ગોસ્વામી,પ્રહલાદભાઇ પરમાર, રતીભાઇ લોહ, ગણેશભાઇ ચૌધરી, દિલીપભાઇ કરેણ, મોતીભાઇ જુઆ,વિરલ ચૌધરી, સચિન રામાતર,પ્રવિણ ચૌહાણ,અંકિત ચૌધરી જેવા સહિત અગ્રણીઓની હાજરીમાં પ્રારંભ થયો હતો.
[wptube id="1252022"]









