કૃપાલુ આશ્રમ ખાતે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં G-20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G- 20નું અધ્યક્ષસ્થાન મળ્યું છે ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહ મંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે આજરોજ કાલોલ તાલુકાના મલાવ ખાતે આવેલા કૃપાલુ સમાધિ આશ્રમ ખાતે G -20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વકતાઓ દ્વારા આજની યુવા પેઢી મા ગ્લોબલ વોર્મિંગની અસરો અને તેના નિવારણ માટે શું કરી શકાય છે તેના પર વ્યક્તવ્ય રજુ કરીને ઉપસ્થિત યુવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તબકકે જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,વકતા તરીકે ધર્મેશભાઈ મહેતા,ઈશાનભાઈ સોની, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવ ઠાકોર, જીલ્લા પંચાયત માજી પ્રમુખ રાજપાલ જાદવ,જિલ્લા સંયોજક સહિત યુવા બોર્ડના સંયોજકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.










