
વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત શહીદ પરિવાર જનો નું સન્માન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ માટીને નમન વિરોને વંદન અંતર્ગત કાર્યક્રમ તા. ૦૯/૦૮/૨૦૨૩ બુધવાર ના રોજ ગોવિંદપુરા જુથ ગ્રામ પંચાયત દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ પંચવટી ખાતે શીલા ફલકમ નું અનાવરણ વિધિ શહિદ વીર ના પરિવાર જનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ અધિકારી તેમજ પદાધિકારી દ્વારા વનીકરણ કરવામાં આવ્યું..હતું જ્યારે મુખ્ય કાર્યક્રમ રોટરી કલબ ઓફ વિજાપુર ખાતે યોજાયો હતો જ્યાં શહિદ વીર ના પરિવાર જનો તથા વિરોનું સન્માન કરવામાં આવ્યું હતુ. હાથ માં દીવા સાથે પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી છેલ્લે રાષ્ટ્ર ગાન ગાઈ ને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય એ પી એમ સી ચેરમેન કાંતિભાઈ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ પરેશભાઈ પટેલ, ગોવિંદપુરા જુથ ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ માધુભાઈ પટેલ, બી કે પટેલ, પૂર્વ સદસ્ય ઓ, વહીવટ દાર રશ્મિબેન પટેલ, તલાટી કમ મંત્રી મૌલિક દરજી સહિત કર્મચારી ગણ તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.