જૂનાગઢ સક્કરબાગ ઝુમાં આવતા પ્રવાસીઓ પાસેથી પાર્કિંગના નામે રૂપીયા ઉઘરાવતા બે ઝડપાયા
જૂનાગઢ સક્કરબાગ ઝુમાં આવતા પ્રવાસીઓ પાસેથી પાર્કિંગના નામે રૂપીયા ઉઘરાવતા બે ઝડપાયા
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સક્કરબાગમાં આવતા પ્રવાસીઓ પાસેથી પાર્કિંગના નામે પૈસા પડાવતા બે શખ્સોને શહેર ટ્રાફીક પોલીસે ઝડપી પાડ્યા હતા.
જૂનાગઢ શહેર ટ્રાફીક પીએસઆઈ પી.જે.બોદર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન તા. ૧૮ના રોજ બપોરે ૧૨-૪૫ કલાકે સક્કરબાગ ઝુ પાસેના રસ્તા ઉપર ઝુમાં આવતા પ્રવાસીઓના વાહનો બાજુની ગલીમાં પાર્ક કરાવતા બે શખ્સો ફયાઝ યુસુફ સોઢા અને અરમાન અમીન સીડા બંને શખ્સો પ્રવાસીઓના વાહનો પાર્ક કરવાના રૂ. ૩૦ ઉઘરાવતાં હોવાનું જાણવા મળતા પીએસઆઈ પી.જે.બોદર દ્વારા બન્ને જણાની પુછપરછ કરતા ન તો સકકરબાગ ઝુ કે ન તો ફોરેસ્ટનો કોઈ કોન્ટ્રાકટ હોવા અંગેનું જાણવા મળેલ અને બન્ને શખ્સો ગેરકાયદેસર રીતે પ્રવાસીઓ પાસેથી વાહનદીઠ રૂ. ૩૦-૩૦ નું ઉઘરાણું કરતા હોય
જેથી બન્ને શખ્સોની ધરપકડ કરી ટ્રાફિક પોલીસે બંને શ્ખ્સોને બી ડીવીઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોંપેલ.





