
૨૮-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
અધિક નિયામક સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરીની સમીક્ષા કરી અને વિવિધ સૂચનો કરાયા
માંડવી કચ્છ :- તાજેતરમાં માંડવીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં આરોગ્ય સેવાના સુધારા – વધારા માટે રાજ્ય સરકાર તરફથી અધિક નિયામક ડો. ગિરીશ પરમારે મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરતા વિવિધ સૂચનો કર્યા હતા. જેમાં ખાસ કરીને હોસ્પિટલમાં ખૂટતા તબીબી સાધનો, બાંધકામ, પાણી તથા ગટર વ્યવસ્થા જેવી બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તબક્કે ગેટકો કંપનીના સી. એસ. આર. પ્રોજેક્ટ અંતર્ગત 33 લાખના આરોગ્યલક્ષી સાધનો મંગાવી આપવાની દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામાં આવી હોવાની જાણકારી તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાને આપી હતી. મુલાકાત દરમ્યાન ડો. કે. કે. રોય, ડો. કે. જી. વૈષ્ણવ, પી. આઈ. યુ. વિભાગના શ્રી જાડેજા વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા.










