
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજના કાલીયાકુવા ગામની ૧૩ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી અપહરણ કરાયુ : બે શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ
મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામે ધોરણ.૯ માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાનુ અપહરણ કરાતાં સગીરાના પિતાએ બે શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવીછે
મેઘરજના કાલીયાકુવા ગામે એક શખ્સ પત્ની સાથે છત્રાલ જી આઇ ડીસી ખાતે રહી મજુરી કામ કરેછે અને તેના બાળકો કાલીયાકુવા ગામે શખ્સના પિતા પાસે રહેછે જેમાં શખ્સની એક સગીર દિકરી ધો.૯ માં અભ્યાસ કરેછે તા.૧૨/૮/૨૦૨૩ ના રોજ સાંજે કાલીયાકુવા ગામે ગુલાબ રાઠોડ નામનો શખ્સ આસગીરાના ઘરે આવ્યો હતો ૧૩ વર્ષીય સગીરા પોતાના ઘરે રાત્રે સુઇરહી હતી તે વખતે ગુલાબ રાઠોડ સગીરાના ખાટલામાં જઇને સુઇ ગયો હતો અને સગીરાને જાનથી મારીનાખવાની ધમકીઓ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુહતુ અને સગીરાને ચપ્પુ બતાવી મોટર સાયકલ ઉપર તેના મિત્ર વિક્રમની મદદ થી અપરણ કરી મુલોજ ગામે લઇ ગયો હતો બીજા દિવસે સગીરાની શોધખોળ થતાં સગીરા ને પોતાના ઘરે મુકી ગયો હતો જે ઘટનામાં સગીરાના પિતાએ આરોપી.ગુલાબ કાળુ રાઠોડ રહે.રેલ્યો તા.મેઘરજ વિક્રમ ભીખા ડામોર રહે.તુંબલીયા તા.મેઘરજ વિરૂધ્ધ મેઘરજ પોલીસમાં ફરીયાદ નોધાવીછે