ABADASAKUTCH

શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયા દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો.

૧૪-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી :- કચ્છ

અબડાસા કચ્છ :- શ્રી કચ્છી રાજપૂત સમાજવાડી નલિયા મધ્યે શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયા મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા પ્રથમ નાની બાળાઓ દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ તથા જયુભા ચૌહાણે શાબ્દિક પ્રવચન આપેલ જેમાં શ્રી કચ્છી રાજપૂત સમાજના નલિયા ના વિદ્યાર્થીઓ ધોરણ આઠ થી કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પ્રથમ દ્વિતીય અને દ્વિતીય નંબરે આવેલ તેમને સન્માન પત્ર અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવે તથા બાળ મંદિરથી કરી અને કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુકો ,સ્કૂલબેગ, અને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવેલ આજના કાર્યક્રમમાં ભોજન સમારંભ ના મુખ્ય દાતા ધનજીભાઈ રાઠોડ પરિવાર તેમજ નોટબુક ના દાતા ધલ મહેશભા માનસંગજી પરિવાર તેમજ સ્કૂલબેગ ના દાતા સોલંકી નાનજીભા બાબુલાલ , સોલંકી ખીમજીભા કરશનજી પરિવાર અને સન્માન પત્ર અને મેડલના દાતા ધલ મેહુલ, લાખીયારજી પરિવાર દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમમાં શ્રી રાજપૂત સમાજ નલિયાના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ હોથી અને સાગર ભાઈ દરાડ દ્વારા કરવામાં આવેલ તથા આભાર વિધિ પ્રવીણભાઈ ભારાણી દ્વારા કરવામાં આવેલ તમામ કાર્યક્રમની વ્યવસ્થા અને સફળ બનાવવા શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયા શ્રી કચ્છી રાજપૂત સમાજ મહિલા મંડળ શ્રી કચ્છી રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા જયમત ઉઠાવવામાં આવેલ.

સ્ટોરી :- રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

[wptube id="1252022"]
Back to top button