GUJARATIDARSABARKANTHA

ગુજરાત ગૌરવ સન્માન-૨૦૨૪ પુરસ્કારથી લીલા બેન સન્માનિત કરવામાં આવ્યા

તારીખ 12 /5 /2024 ને રવિવારના રોજ જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ ના મનીષભાઈ કે ગાંધી મંત્રી અને રાકેશભાઈ કે પંડ્યા પ્રમુખ ના માર્ગદર્શન હેઠળ “ગુજરાત ગૌરવ સન્માન સમારોહ’ -2024 ગુરુકુળ વિદ્યાલય કલોલ ખાતે યોજાયો જેમાં દેશનું ઘડતર કરનારા ઘડવૈયાઓનો ઉષ્મા ભર્યા સ્વાગત સાથે સંસ્થાના અગ્રણીઓ તથા સ્વામીજીના સાનિધ્યમાં શિક્ષકોને ગુજરાત ગૌરવ સન્માન-૨૦૨૪ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા . ખૂબ જ ભવ્ય થી અતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો ગુજરાત ભરમાંથી 90 કરતા વધારે શિક્ષકોને ગૌરવ પુરસ્કારમાં પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને નવાજવામાં આવ્યા.
આ ગુજરાત ગૌરવ પુરસ્કારમાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ટીએલએમ લેડી ઉર્ફે ગુરુ માતા શ્રી લીલાબેન ઠાકરડા ની પસંદગી તેમને બાળકો માટે કરેલ ઉમદા કાર્યો બદલ પસંદગી કરવામાં આવેલ તેમનું સન્માન શ્રી પુલકિત જોશી જેઓ મદદનીશ સચિવ ગુજરાત રાજ્ય અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને શ્રી તખુંભાઈ સાંડસુર શિક્ષણવિદ અને કેળવણીકાર ભાવનગર, શ્રી ભરતભાઈ પટેલ 3C:GWF તત્કાલીન પૂર્વ પ્રમુખ, શ્રી અશ્વિનભાઈ પટેલ ચીફ કો-ઓર્ડીનેટર ફેડરેશન 3C:GWF ની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું.
લીલાબેન શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉમદા કાર્ય કરી રહેલ છે તેમના ઉમદા કાર્ય બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયેલ છે
તેમના કાર્યો ની સુવાસ ગુજરાત ભર ની શાળાઓ સુધી પ્રસરેલી છે.તેમના કાર્યો નો લાભ ગુજરાત ભરના બાળકો મેળવી રહ્યાં છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button