GUJARATKUTCHMANDAVI

અદાણી ફાઉ. દ્વારા વરસાદી જળસંગ્રહ માટે અનેકવિધ કાર્યોનો શુભારંભ.

7-જાન્યુ

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

અદાણી ફાઉ. દ્વારા વરસાદી જળસંગ્રહ માટે અનેકવિધ કાર્યોનો શુભારંભ

ભવિષ્યની જળ જરૂરિયાતોને સંતોષવા ‘પાણી પહેલા પાળ બાંધી’

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. કચ્છના કુરન અને તુગામાં ગામોમાં તળાવ સુધારણા, પીવાના પાણી માટે ફિલ્ટર કૂવા તથા ચેકડેમ સુધારણા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દરિયામાં વહી જતા પાણીનો સદુપયોગ કરવાની કામગીરીનો પ્રારંભ પ્રાંત અધિકારી હસ્તે કરવામાં આવી જેને અગ્રણીઓએ ઉત્સાહભેર વધાવ્યું હતું. જળ એ પ્રત્યેક જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. કહેવાય છે કે “જો પાણી જાય એળે તો દૂ:ખ આવે આપ મેળે“. અમૃત સમાન વરસાદી પાણીનો સંગ્રહ કચ્છની ધરતી માટે કેટલો લાભકારી છે એને તો કચ્છી માંડુઓથી વધુ સારુ કોણ સમજી શકે? ચોમાસામાં વરસાદનું પાણી રણ કે દરિયામાં વહી ન જાય અને ભરઉનાળે પાણી માટે વલખાં ન મારવા પડે તેવા ઉમદા હેતુથી વરસાદી પાણીના જળસંગ્રહનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.ભુજના SDM અનિલ જાદવના હસ્તે કુરનના ગ્રામજનો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા તથા પીવાના પાણી માટે ફિલ્ટર કૂવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો તુગામાં ચેકડેમ સુધારણાની કામગીરીથી ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેવા કાર્યો શરૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે BSF કમાન્ડર, અદાણી રિન્યુએબલ કંપનીના જે.એસ. પ્રસાદ, સમીર ચૌહાણ તેમજ અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર. પંક્તિબેન શાહ હાજર રહ્યા હતા.અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ગ્રામવાસીઓના સાથ સહકારથી જળસંગ્રહના કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. પ્રાસંગિક ઉદબોધનમાં અનિલ જાદવે જણાવ્યું હતું કે “પાણી અને પર્યાવરણની કામગીરી ભાવિ પેઢી માટે અત્યંત આવશ્યક છે. તેમાં નિ:સ્વાર્થ સહકાર આપજો. રણમાં વહી જતાં પાણીનો સદુપયોગ સૌને ઉપયોગી બને તે માટે અદાણી ફાઉન્ડેશન સાથે જોડાયેલા રહેજો“. BSFના કમાન્ડર ગુર્જરે જણાવ્યું હતું કે “હું રાજસ્થાનનો રહેવાસી છું એટલે પાણીનું મહત્વ સારી રીતે સમજુ છું. જલ હૈ તો કલ હૈ, પાણી વિના કશું જ નથી“. અદાણી રિન્યુએબલ્સના જે.એસ. પ્રસાદે લાભર્થીઓને ભાગ્યશાળી ગણાવી જળસંગ્રહની કામગીરીને બિરદાવી હતી. વરસાદનું પાણી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે તેનાથી શરીર શુદ્ધ અને પાચનતંત્ર સ્વસ્થતાથી કામ કરે છે.પંક્તિબેન શાહે કહ્યું હતું કે “પાણી માટે સૌથી વધુ ચિંતા બહેનોને હોય છે. ત્યારે બહેનોની ભાગીદારી વિના વિકાસ અધૂરો ગણાય. આ ગામમાં તો છાસવારે ટેન્કરથી મંગાવવું મોંઘુ પડે છે. આપણે કૂવો બનાવીએ તો આરોગ્યની સાથે પાણીનો ઉપયોગ પણ કરકસર ભર્યો થાય છે. વરસાદી પાણીના 31 % ભૂગર્ભ જળમાં ઉમેરાવું જોઈએ જેના બદલે માત્ર 10% જ કુદરતી રીતે ઉમેરાય છે. ચોમાસા દરમિયાન દરેક ખેડૂત જો પોતાનો એક કુવો રિચાર્જ કરે તો શિયાળુ સિઝનના વધારાના 3 થી 4 વીઘામાં ઘઉં અથવા પાણીની જરૂરિયાતવાળા પાક લઈ શકે છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા વિવિધ સમાજોપયોગી કાર્યોથી પર્યાવરણનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે.

[wptube id="1252022"]
Back to top button