
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડયો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ, વઘઇ, ભેંસકાતરી,કાલીબેલ, સુબિર, ચીંચલી,આહવા સહીતનાં પંથકોમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચે જઈ ગગડી પડવાની સાથે ઠંડીનું પ્રમાણ વધતા જનજીવનને ગરમ કપડા સહિત તાપણાનો સહારો લેવો પડ્યો હતો.ડાંગ જિલ્લામાં થીજવતી ઠંડીનાં પગલે નોકરીયાત વર્ગ સહીત વિદ્યાર્થી વર્ગ પર અસર થવા પામી હતી.ડાંગ જિલ્લામાં સવારની સ્કૂલ કોલેજમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા બે દિવસથી સવારનાં અરસામાં સરેરાશ 9 સેલ્શિયસ જેટલુ તાપમાન નોંધાયુ હતુ.જ્યારે આહવા,વઘઇ,સુબિરમાં સરેરાશ 13 થી 14 સેલ્શિયસ જેટલુ તાપમાન નોંધાયુ હતુ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વઘ્યુ હતુ.ગિરિમથક સાપુતારા ખાતે ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓ પણ સ્વેટર તથા ગરમ કપડા પહેરી બહાર નીકળ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે થીજવતી ઠંડીનાં પગલે જોવાલાયક સ્થળોનું વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લામાં થીજવતી ઠંડીનાં પગલે જનજીવને સવારે અને સાંજે તાપણાનો સહારો લઈ ગરમીનો અહેસાસ કર્યો હતો..





