DAHOD

દાહોદ બસ સ્ટેશન પાસે ઠક્કર ફળિયામાં આવેલ આરતી પતંગની દુકાનમાં દાહોદ બી ડીવઝન પોલિસે ઓચિંતો ચાઈનીઝ દોરા સાથે એક ઈસમને ઝડપીયો

તા.07.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ બસ સ્ટેશન પાસે ઠક્કર ફળિયામાં આવેલ આરતી પતંગની દુકાનમાં દાહોદ બી ડીવઝન પોલિસે ઓચિંતો છાપો મારી તંત્ર દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ રૂા. ૬૮૦૦૦ ઉપરાંતની કિંમતની ચાઈનીઝ દોરીની નાની મોટી રીલ નંગ ૧૩૩ પકડી પાડી કબજે લઈ તે દુકાનદારની અટકાયત કર્યાનું જાણવા મળેલ છે.

ચાઈનીઝ દોરી માનવ તેમજ પક્ષીઓ માટે અત્યતં ઘાતક હોવાથી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટે તા. ૪-૧-૨૦૨૩ થી તા. ૨૦-૧-૨૦૨૩ સુધીનું જાહેરનામું બહાર પાડી માંજા, નાયલોન પ્લાસ્ટીક દોરી કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતા કલેકટરના જાહરેનામાની દાહોદના કેટલાક વેપારીઓ એસી તેસી કરી પોતાની દુકાનોમાં ચાઈનીઝ દોરીનું બેખોફ વેચાણ કરતા હોવાનું ધ્યાન પર આવતા પોલિસે આ મામલે લાલ આંખ કરી છે તેવા સમયે પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ બી ડીવીઝન પોલિસે દાહોદ ઠક્કર ફળિયામાં આવેલ આરતી પતંગ નામની દુકાનમાં ગતરોજ સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે ઓચિંતો છાપો મારી દુકાનમાથી રૂા. ૬૮,૯૫૦ની કુલ કિંમતની ચાઈનીઝ દોડીની નાની મોટી રીલ નંગ-૧૩૩ પકડી પાડી કબજે લઈ દુકાન માલીક દાહોદ મંડાવાવ રોડ પર આવેલ દયાનંદ સીંધી સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય અશોકભાઈ તુલસીદાસ ગ્યામલાણી(સિંધી)ની અટકાયત કરી તેની ઈપિકો કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button