
પાપુઆ ન્યુ ગીનીમાં ભૂસ્ખલનને કારણે 2 હજારથી વધુ લોકોના મોતની આશંકા છે. રાહત-બચાવ કર્મીઓ માટી નીચે દટાયેલા લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
પાપુઆ ન્યુ ગીનીમાં ભૂસ્ખલનને કારણે 2 હજારથી વધુ લોકોના મોતની આશંકા છે. પહેલા આ સંખ્યા 670 હોવાનું માનવામાં આવતું હતું પરંતુ હવે મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. રાહત-બચાવ કર્મીઓ માટી નીચે દટાયેલા લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીના સરકારી ડિઝાસ્ટર સેન્ટરે જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એન્ગા પ્રાંતના એક ગામમાં ગયા શુક્રવારે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે અનેક ઘરોમાં સૂતેલા લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ તરત જ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે 100થી વધુ લોકોના મોત થઈ શકે છે. બાદમાં તેમાં સુધારો કરીને 670 કરવામાં આવ્યો હતો.