BHARUCHJHAGADIYA

પૈસો તેને વળે જે પરસેવે ન્હાય : ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા

પૈસો તેને વળે જે પરસેવે ન્હાય : ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા

 

ઉમલ્લાના ખેડૂતે 7 એકરમાં કેળના ટીશ્યુ નું વાવેતર કરી 20 લાખની આવકનો દાવો કર્યો

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ { કમલમ ફ્રૂટ} નો જથ્થો યુ.કે.લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયેલે ટ્વિટ કરી માહિતી આપી હતી ત્યારબાદ ઝગડીઆ તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત પટેલ જનક ભાઈ એ પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળના ટીશ્યુ નું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી રાત દિવસ એક કરી ખુબજ માવજત કરી કેળના ટિશ્યુ ને ઉછેર્યા હતા કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્ષપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશમો એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાઝે 30 થી 35 કિલો જેટલું થઇ રહ્યું છે અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાઝે 20 લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું. ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતો ને વિદેશ મા કેળા ની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button