BHUJKUTCH

કચ્છના અપેક્ષિત હોદ્દેદારશ્રીઓ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત રાજ્યની પ્રાંત કારોબારી વલ્લભ વિદ્યાનગર મુકામે ઉપસ્થિત રહ્યા.

6- નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કરશે ઓલ્ડ પેન્શન અને પડતર પ્રશ્નો માટે આંદોલન…એક લાખથી વધારે શિક્ષકો કર્મચારીઓ કરશે પદયાત્રા.

રાજ્ય કારોબારીમાં ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગમાં કચ્છ જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ને રાજ્યના સહ સંગઠન મંત્રી તરીકેની વિશેષ જવાબદારી સોંપાઈ.

ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠકમાં સરકાર માન્ય નવ સંવર્ગના 453 પદાધિકારીઓ હાજર રહી વ્યાપક ચર્ચા વિચારણા બાદ તમામ નવ સંવર્ગોના પદાધિકારીઓ એ વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલનના સમાધાન સમયે સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવેલ અને હજુ સુધી ઠરાવ ન કરવામાં આવેલ ૨૦૦૫ પહેલાના ઓલ્ડ પેન્શન યોજના સહિત તમામ શિક્ષકો કર્મચારીઓને પેન્શન મળે તેમજ માગણી કરેલ નવ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોનો આંદોલનના પ્રથમ તબક્કા પછી પણ ઉકેલ ન આવતાં તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે એ હેતુ સર ઠરાવ પસાર કરી સર્વાનુમતે આગામી નવ ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી મહાપંચાયતોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું,આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રી મહેન્દ્ર કપૂરજી, ગુજરાત પ્રાંતના પ્રભારી અને માધ્યમિક સંવર્ગના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મોહનજી પુરોહિત , એ .બી.આર.એસ.એમ. ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી ભીખાભાઇ પટેલ , મંત્રી શ્રી મિતેષભાઈ ભટ્ટ, અને સંગઠનમંત્રી શ્રી સરદાર સિંહ મછાર તથા તમામ સંવર્ગોના પ્રાન્ત, સંભાગ,વિભાગ અને જિલ્લા કક્ષાના અપેક્ષિત 453 પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 96 % અભૂતપૂર્વ ઉપસ્થિતીમાં યોજાયેલ રાજ્ય કારોબારી બેઠકમાં સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, મુખ્ય શિક્ષક HTAT સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો મહાનગર પાલિકાના પડતર પ્રશ્નો પદાધિકારીઓએ રજુ કર્યો હતા. શિક્ષક હિતના પ્રશ્નો માટે સરકાર સાથે‌ વાર્તાલાપ કરી નિકાલ ન આવે તો.નવ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ગુજરાતના વિવિધ સ્થળો પર શિક્ષકો કર્મચારીઓ પદયાત્રા કરી માન.વડાપ્રધાનશ્રી, માન.મુખ્યમંત્રીશ્રી, માન.શિક્ષણમંત્રી, માનનીય મુખ્ય સચિવશ્રીને જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી આવેદનપત્રો આપવામાં આવશે. જેની સંપૂર્ણ તૈયારી આવતી કાલથી તાલુકા /જીલ્લા સ્તરે ઓનલાઇન બેઠકો / ફિઝિકલ બેઠકો કરી સફળ આંદોલનનું આયોજન કરવામાં આવશે. કારોબારીમાં વિવિધ સંવર્ગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવી, Htat મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો અને બદલી કેમ્પો સત્વરે યોજાય તે બાબત, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક કર્મચારીઓને શાળા બદલીનો લાભ મળે તે માટે સમિતિની રચના, શિક્ષકોની કાયમી ભરતી, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના બદલી અંગેના તથા અન્ય વિવિધ પ્રશ્નો, ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગના ફાજલ રક્ષણ, આર.ટી.ઇ. એક્ટ લાગુ કરવો 4200 ગ્રેડ પે તેમજ અન્ય, કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી, ઘરભાડું અને વિવિધ ભથ્થા, મહાનગરપાલિકાના શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવી. સમાજને જોડાવા, શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા , કર્તવ્યબોધ કાર્યક્રમો સદસ્યતા અભિયાન અંગે રાજ્યના પદાધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. આ વર્ષે સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક / માધ્યમિક સંવર્ગના તમામ તાલુકા થી જીલ્લા અને સંભાગ / વિભાગ તથા પ્રાન્તના હોદેદારો એ કરેલ ભગીરથ મહેનતના કારણે “દોઢ લાખ સદસ્યતા ગુજરાતમા” કરવા માં આવી એ માટે સૌને અભિનંદન આપવામાં આવ્યા. ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમગ્ર ગુજરાતના તમામ પદાધિકારીઓ નવા જોમ અને ઉત્સાહ સાથે કામ કરવા માટે આદરણીય મહેન્દ્ર કપુરજી તથા મોહનજી પુરોહિત દ્વારા પ્રેરક ઉદ્બોધન અસરકારક રહ્યુ.કચ્છમાંથી એ.બી.આર.એસ.એમ. ની કારોબારી બેઠકમાં સરકારી માધ્યમિક રાજ્ય અધ્યક્ષ મૂરજીભાઇ ગઢવી, જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, પ્રાથમિક મહામંત્રી રમેશભાઈ ગાગલ, HTAT અધ્યક્ષ ભરતભાઈ ભૂરીયા, માધ્યમિક ગ્રાન્ટેડ મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર, સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ અમોલભાઈ ઘોળકીયા તેમજ રાજ્ય પ્રતિનિધિ પુનશીભાઈ ગઢવી જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button