
૨૬-જાન્યુઆરી.
વાત્સલ્યમ્ સમાચાર.
રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામના મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં પ્રજાસત્તાક દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવા સરકારશ્રી ના નિયમ મુજબ ગામની દિકરી શ્રીયાબેન કલ્યાણજીભાઈ સંઘારના વરદહસ્તે રાષ્ટ્ર ધ્વજ વંદન કરવામાં આવેલ અને શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાઈ હતી, સાથે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદજી નું પણ પાત્રનું નાટક ભજવાયાં માં આવ્યું હતું.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સુંદર કલાકૃતિઓનું પ્રદર્શન જોવા માટે ગામના લોકોએ શાંતિ પુર્વક નિહાળી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શાળાના આચાર્ય ગંગાબેન પટેલ,તેમજ શાળાના શિક્ષકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓ દ્વારા રોકડ રકમ નુ યોગદાન આપવામાં આવ્યું હતું.૭૪માં ગણતંત્ર દિવસ નિમિત્તે ગામના સરપંચ જયાબેન છાભૈયા, પ્રવિણભાઇ પટેલ,ગિરીવતસિંહ, રાજેન્દ્રભાઈ ઝલાલા, રમેશભાઈ પાયણ, લક્ષ્મીચંદ સંઘાર,ચાંપશી માતંગ, મંગલ જોગી,બુધીયાભાઈ ધેડા,મામદ સુમરા, વિદ્યાર્થીઓના વાલીઓ. વગેરે ગામના લોકો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.








