શ્રીમતી સંતોકબા સરસ્વતી વિદ્યાલય પાંથાવાડા ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમીનાર યોજાયો


29 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સેમિનારમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર ખાતેથી ઉપસ્થિત રહેલા કોસ્ટેબલ શૈલેષભાઈ લુવાએ સાયબર ફ્રોડના વિવિધ બનાવો જેમ ફાઇનાન્સિયલ ટીપી ફ્રોડ, કોન બનેગા કરોડપતિ મેસેજ ના ફ્રોડ, મેસેજ google સર્ચ ,વિદેશથી ગિફ્ટ નું પાર્સલ રિસીવ કરવા, એરપોર્ટ કસ્ટમર અધિકારી નું નામે થતું ફ્રોડ, ટ્રેડિંગ એપ્લિકેશન એન્ડ્રોઇડ મોબાઈલ ના દુરુપયોગ થી બચવા ના ઉપાયો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા બાળકોને યાદ રહે તેવા રમુજી અદામાં વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતીશાળાના આચાર્યશ્રી શિક્ષક મિત્રો વિદ્યાર્થી ભાઈ બહેનો શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગણપતભાઈ રાજગોર સાહેબ શાળાના મંડળના પ્રમુખ શ્રી તેમજ પૂર્વ નિયામક હસમુખભાઈ પંડ્યા હાજર રહ્યા હતા કાર્યક્રમ સુંદર રહ્યો હતો કાર્યક્રમને અંતે શૈલેષભાઈ લુવાનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.









