BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર તાલુકાના જગાણા ગામે પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી હરિભાઈ ચૌધરી ની અધ્યક્ષતામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

8 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ પાલનપુર તાલુકાના જગાણા ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા રથનું ઉષ્માહભેર સ્વાગત કરાયું હતું. પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી હરિભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત યોજાયેલા સમારોહમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી અને પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભીના વરદ્ હસ્તે સહાય કીટ આયુષ્યમાનકાર્ડ, આવાસ યોજનાની ચાવી સહિતના લાભો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે એ સૌનો સાથ અને સૌનો વિકાસ થકી આ રથ ભારતના ગામે ગામે પહોંચાડવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો. તેમજ ઘરઆંગણે મોદી સરકારની ગેરંટી વાળી ગાડી આવે છે ત્યારે પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય એની તકેદારી રાખી લોકોને લાભ લેવા અપીલ કરી હતી.રથ દ્વારા ગામમાં કુલ 198 જેટલા લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી. જેમાં 8 લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 6 લાભાર્થીઓને નવા કનેક્શન માટે કે.વાય.સી લેવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત 48 દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા. તેમજ 108 લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.આ રથ દ્વારા સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંગઠનના તાલુકા પ્રમુખ મોતીભાઈ પાળજા, શ્રી રાકેશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી, અલકાબેન વણઝારા, સીડીપીઓ પાલનપુર ,દીલ્પાબેન ચૌધરી, વિસ્તરણ અધિકારીશ્રી, અરવિંદભાઈ ચૌહાણ, મેડિકલ ઓફિસરશ્રી, રતનપુર શાળાના આચાર્યશ્રી દેવરામભાઇ પટેલ, કોકિલાબેન પંચાલ, મોતીભાઈ જુઆ, જયેશભાઇ દવે, રતીભાઇ લોહ, જગાણા ગામના સરપંચશ્રી પ્રહલાદભાઇ પરમાર, તલાટી કમ મંત્રીશ્રી જયેશભાઇ પટેલ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, અને ગ્રામ અગ્રણીઓએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રેરણા પુરી પાડી હતી.

[wptube id="1252022"]
Back to top button