GUJARATMORBITANKARA

ટંકારા:પી.એસ.આઈ અધ્યક્ષતા માં આગામી જન્માષ્ટમી નિમિત્તે શાંતિ સમિતિ ની બેઠક મળી

ટંકારા:પી.એસ.આઈ અધ્યક્ષતા માં આગામી જન્માષ્ટમી નિમિત્તે શાંતિ સમિતિ ની બેઠક મળી

ટંકારા પોલીસ સ્ટેશને નવ નિયુક્ત પી. એસ. આઈ, એમ. જે. ધાંધલ ની અધ્યક્ષતા માં આગામી જન્માષ્ટમી નિમિત્તે શાંતિ સમિતિ ની બેઠક મળી હતી. જેમાં આગેવાનો દ્વારા શોભાયાત્રા નો રૂટ, વાહનો, વાજિંત્રો વગેરેની ચર્ચાઓ કરવામા આવી હતી. દર વર્ષે એક માત્ર ટંકારા ગામે જ તાલુકા લેવલ ની જન્માષ્ટમી ની શોભાયાત્રા કાઢવામાં આવતી હતી પરંતુ આ વર્ષે હડમતીયા (પાલણપીર) અને હરબટિયાળી ગામે પણ શોભાયાત્રા કાઢી કૃષ્ણ જન્મોત્સવ ની ધામધૂમ થી ઉજવવા કરવામાં આવશે.
ટંકારા ગામે વર્ષોની પરંપરા અનુસાર હિન્દુ, મુસ્લિમ સમાજનાં આગેવાનો એ સાથ અને સહકાર આપી કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને શાંતિ પુર્ણ “કૃષ્ણ જન્મોત્સવ સમિતિ “દ્વારા જન્માષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે એવો સુર વ્યક્ત કર્યો હતો.


ટંકારાના નવનિયુકત થાણા અઘિકારી પી .એસ .આઈ એમ. જે. ધાંધલ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સામાજીક આગેવાનો એ સાથે રહી સહકાર આપવા કહ્યુ હતું.આજની શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઈ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ,સરપંચ શ્રી ગોરધનભાઈ. ઉપસરપંચ પ્રતિનિધી શ્રી હેમંતભાઈ ચાવડા , માજી સરપંચ શ્રી કાનાભાઈ, સદસ્ય શ્રી રસિકભાઈ, તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઇ, જયેશભાઈ પત્રકાર, સમાજ અગ્રણી આમદભાઈ માડકિયા, હમીરભાઇ માલધારી, મુકેશભાઈ ગોસ્વામી, નિલેષભાઈ પટ્ટણી, ભરતભાઈ ભુંભરીયા, મહેશ ટોળીયા, પો.કો.વસંતભાઈ વઘોરા, પો.કો.પ્રવીણભાઈ મેવા અને શોભાયાત્રાના આયોજક “મચ્છુ મિત્ર મંડળ”ટંકારા તેમજ હડમતીયા અને હરબટિયાળી ગામનાં આગેવાનો હાજર રહ્યાં હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button