Wakaner:વાંકાનેર ના દલડી લુણસરિયા માં કોરોના કાળ થી શોભાના ગાંઠિયા સમાન બન્યા રેલવે સ્ટેશન

Wakaner:વાંકાનેર ના દલડી લુણસરિયા માં કોરોના કાળ થી શોભાના ગાંઠિયા સમાન બન્યા રેલવે સ્ટેશન
“લાખો કરોડોના ખર્ચે બનેલા રેલવે સ્ટેશનમાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારો ના મુસાફરોને મુસાફરી કરવામાં પડી રહી છે હાલાકી”

આરીફ દિવાન મોરબી મોરબી: વાંકાનેર પંથકમાં લોકો સમસ્યા મુક્ત બને તેવા પ્રયાસો સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો સહિત ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો નગરસેવકો સરપંચો ના સતત પ્રયાસો હોય છતાં સમસ્યા અટકવાનું નામ જ ના લેતી હોય તેમ એક નહીં અનેક સમસ્યાઓ વાંકાનેર પંથકની પ્રજાની હાલાકી હળવી કરવામાં નિષ્ફળ રહેલા જિલ્લા કક્ષાના અધિકારીઓ ના કારણે લાખો કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા રેલ્વે સ્ટેશનો જાણે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેમ કોરોના કાળથી માત્ર રાત્રિના સમયે એક ટ્રેન સ્ટોપ કરે છે બાકી દલડી અને લુણસરિયામાં રેલવે સ્ટેશન હોવા છતાં મોટાભાગની ટ્રેનો સ્ટોપ કરતી ના હોવાના કારણે 2,000 થી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકોને અપડાઉન તેમજ અન્ય શહેર જિલ્લામાં જવા આવા માટે ના છૂટકે ખાનગી વાહનો મા જીવના જોખમે પસાર થવું પડે છે.

ત્યારે વિકાસ લક્ષી કાર્યમાં પ્રજા ચિંતક નેતાઓ રેલવે સ્ટેશનમાં રાજકોટ જામનગર ઓખા દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં થી અમદાવાદ મુંબઈ સુરત દિલ્હી તરફ અવનજવન કરતી એક્સપ્રેસ તથા લોકલ ટ્રેનો કોરોના કાળથી સ્ટોપ કરતી ના હોવાના કારણે સ્થાનિક રેલવે સ્ટેશન તેમજ લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ ગ્રામ્ય વિસ્તારના સરપંચો આગેવાનો સહિતના લોકોએ મૌખિક તથા લેખિત રજૂઆતો કરી હોવા છતાં પ્રજા લક્ષી સમસ્યા હલ કરવામાં નથી આવી જેના પરિણામે સરકારી કર્મચારીઓ શિક્ષકો તલાટી મંત્રીઓ રેલવે કર્મચારીઓ સહિત મજૂરો વેપારીઓ ધંધાથીઓ પોતાના ધંધા રોજગાર માટે દલડી અને લુસરીયા રેલ્વે સ્ટેશને સ્ટોપ ટ્રેનો સ્ટોક ના કરવાના કારણે વાંકાનેર પંથકના દિગલીયા શેખરડી ચાચડીયા કાશીપર ગાંગીયાવદર કાછિયા ગાળા મોરથરા લુણસરિયા બોકડ થંભા સહિતના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોના લોકોને ડિજિટલ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ હાલાકી નો ભોગ બનતા હોય તેવી પરિસ્થિતિમાં મુકાયા છે 2 સંસદ અને ધારાસભ્ય શાસન પક્ષ ના હોવા છતાં લાંબા સમયથી મુસાફર પ્રજા માટે રેલ્વે સ્ટોપ ના કરતી હોવાના લાખો કરોડોના ખર્ચે બનેલા લુસરિયા અને દલડીના રેલવે સ્ટેશન બન્યા શોભાના ગાંઠિયા સમાન તેઓ હાલ ટ્રેન સ્ટોક ના કરતા હોવાના કારણે લાગી રહ્યું છે








