
ભારત આદિવાસી પાર્ટી (BAP) દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી.
પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવા દ્વારા તેમના નાના પુત્ર દિલીપ વસાવા ના નામની લોકસભા ભરૂચ માટે જાહેરાત કરી છે.
લોકસભા-૨૪ ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી, પ્રચાર પ્રસાર અને ચૂંટણીમાં વધુ મત તેમની પાર્ટીને મળે તેવી ગણતરી સાથે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ભરૂચ લોકસભા બેઠક માટે પ્રથમ અરવિંદ કેજરીવાલ દ્વારા ચૈતર વસાવા ના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યાર બાદ ભાજપ દ્વારા પણ પાર્ટીના સિનિયર નેતા અને સતત સાંસદ તરીકે ચુટાતા મનસુખભાઈ વસાવા ના નામની જાહેરાત કરી છે, ત્યારે ભારત આદિવાસી પાર્ટી દ્વારા પણ ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામ ની જાહેરાત કરવામાં આવી છે, પાર્ટી ના રાષ્ટ્રીય સંરક્ષક અને ઝઘડિયા ના માજી ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા પણ ભરૂચ બેઠક માટે પોતાના નાના પુત્ર દિલીપ વસાવા ના નામની જાહેરાત કરી છે, આ ઉપરાંત ભારત આદિવાસી પાર્ટીના તમામ કમિટી સભ્યોની બેઠકમાં રાજ્યમાં અન્ય બેઠકો પર પણ ઉમેદવારો ઉતારવા બાબતે ચર્ચા થઈ હતી, આ બાબતે છોટુ વસાવા એ જણાવ્યું હતું કે દેશ અને ગુજરાતમાં જે આદિવાસી સમાજની સમસ્યાઓ છે જેની સામે મેં વર્ષોથી લડત આપતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ આપતા રહીશું, લોકસભાની ચૂંટણીમાં અમારી પાર્ટી દ્વારા ઉમેદવારોને ઉતારી અમે અમારા સંવિધાનિક હક અને અધિકાર છે તે મેળવીને રહીશું તેમ તેમણે જણાવ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે ભારત આદિવાસી પાર્ટી (BAP) એ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી