GUJARATJUNAGADHKESHOD

કેશોદ મોબાઈલ એશોશીએશન દ્વારા શ્રેષ્ઠ વિધાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું

કેશોદ મોબાઈલ એશોશીએશન દ્વારા શ્રેષ્ઠ વિધાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું

કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન માત્ર ધંધા રોજગાર મેળવવા માટેનું સંગઠન બની રહેવાને બદલે કેશોદ શહેરમાં સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સાથ સહકાર આપી અલગ ઓળખ બનાવી છે. તાજેતરમાં શૈક્ષણિક બોર્ડની પરીક્ષા નાં પરિણામો જાહેર થતાં જ શહેરમાં શ્રેષ્ઠ વિધાર્થીઓ નું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા યોજાયેલા શ્રેષ્ઠ વિધાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત કેશોદ નગરપાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાહ્યાલાલ વેકરીયા કોકો બેન્કના વાઈસ ચેરમેન વિજયસિંહ રાયજાદા સહિત મંચસ્થ મહાનુભાવો નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં ધોરણ દશમાં શ્રેષ્ઠતા મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધારનાર વિધાર્થીઓ પ્રથમ ધ્યેય જયદીપભાઈ ઝાઝમેરીયા ૯૯.૯૪ પીઆર દ્રિતીય મહેક શિંગાળા ૯૯.૯૩ પીઆર તૃતીય વૃંદ પટોડીયા ૯૯.૮૯ પીઆર અને નીવા દેકીવાડીયા ૯૯.૮૯ પીઆર મેળવેલ જેઓનું મંચસ્થ મહાનુભાવો સાથે કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા શિલ્ડ અને પ્રોત્સાહિત ઈનામો આપી સન્માન તાળીઓના ગડગડાટ વચ્ચે કરવામાં આવ્યું હતું. કેશોદના ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડની ધોરણ બારની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે ચાદેગરા રિધ્ધિ ભાવેશભાઈ ૯૯.૯૫ પીઆર,કારીયા નેહા જયેશભાઈ દ્રિતીય ક્રમે ૯૯.૯૫ પીઆર, કોટડીયા આકૃતિ અનીલભાઈ તૃતીય ૯૯.૫૧ પીઆર મેળવેલ જેઓનું શિલ્ડ અને પ્રોત્સાહિત ઈનામો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ધોરણ બાર નાં વિજ્ઞાન પ્રવાહ માં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ કટારીયા મુસ્કાન મહેબુબ ભાઈ ૯૯.૨૦ પીઆર, દ્રિતીય હર્ષવર્ધન સુનીલભાઈ ચૌહાણ ૯૮.૦૮ પીઆર તૃતીય ચાદેગરા પાર્થ નિલેશભાઈ ૯૭.૬૭ પીઆર મેળવેલ જેઓનું શિલ્ડ અને પ્રોત્સાહિત ઈનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન પરિવારના બાળકો કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ મેળવી હતી જેમાં પુરોહિત ભૈરવી કલ્પેશભાઈ,પ્રિતીબેન ભાવિનભાઈ મોકરીયા, સાંચી મુકેશભાઈ મેઘવાણી,ભાવિક ગીરીશભાઈ વધવા નું પણ મિડિયા કર્મીઓ નાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા આયોજિત વિધાર્થી સન્માન સમારોહ માં કેશોદ શહેરના મોબાઈલ ફોન નાં વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતાં.સમગ્ર કાર્યકમ નું સંચાલન ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી એ કર્યું હતું અને કાર્યકમ ને સફળ બનાવવા કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન નાં પ્રમુખ રાજુભાઈ બોદર, ભાવિનભાઈ ફળદુ, રાહીલભાઈ બખાઈ, જલ્પેશભાઈ ઘડૂક સહિત હોદેદારો એ જહેમત ઉઠાવી હતી.

 

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button