જુનાગઢ મહાનગરમાં ૧૩ લોકસભા મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે લાભાર્થી સંપર્ક શાળા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરમાં ૧૩ લોકસભા મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે જુનાગઢ લોકસભા ક્લસ્ટર ઈન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં અધ્યક્ષસ્થાને લાભાર્થી સંપર્ક શાળા યોજાઇ હતી.
જેમાં લોકસભા સંયોજક ચંન્દ્રેશભાઇ હેરમાએ સમગ્ર કાર્યશાળાનું સંચાલન કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માએ ક્લસ્ટર ઈન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ જીલ્લા પ્રમુખ કીરીટભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, તેમજ અશ્વિનભાઇ ઝાલાએ લાભાર્થી સંપર્ક અભિયાનમાં સરલ એપ વિશે માર્ગદર્શન આપ્યું હતું, ત્યારબાદ ક્લસ્ટર ઈન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત હોદેદારો કાર્યકરોને પોતાની શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું.
આજે આયોજિત આ કાર્યશાળા માં અપેક્ષિત શ્રેણીનાં ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, જીલ્લા મહાનગર લાભાર્થી સંપર્ક અભિયાન ઇન્ચાર્જ, સહઇન્ચાર્જઓ, મહાનગર વોર્ડ લાભાર્થી સંપર્ક અભિયાન નાં ઇન્ચાર્જ સહઇન્ચાર્જઓ, હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.