
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડ જોધપુરના ભુવાજી તરીકે ઓળખાતા ભરત જયમલ રબારી નામના શખ્સે મહિલાને ઉપયોગ કરી ફેંકી દેતા મહિલા નિઃસહાય બની:ભુવાએ લગ્ન કરી ચાર વાર ગર્ભવતી બનાવી ગર્ભ પડાવી મહિલાને તરછોડી દીધી
ભુવાએ તાંત્રિક વિધિ કરી મહિલા હોંશકોશ ખોઈ બેઠી : ભુવાએ લગ્ન કરી ચાર વાર ગર્ભવતી બનાવી ગર્ભ પડાવી મહિલાને તરછોડી દીધી
*મહિલાએ ભુવાની માયાજાળમાં સમાજ પરિવાર બંને ગુમાવવાનો વારો આવતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી*
*ભોગ બનનાર મહિલાને તેની બહેનપણીએ ભુવા સાથે સંપર્ક કરી આપ્યો હતો,મહિલાના શરીરે વિક્સ લગાવતા મહિલા બેભાન થઇ ગઈ પછી..!!*

આજના આધુનિક યુગમાં પણ લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે, તેમજ સમસ્યાને દૂર કરવા માટે તેઓ તાંત્રિક પાસે જતા હોય છે મોડાસા શહેરના બાયપાસ રોડ વિસ્તારમાં પુત્રીના અભ્યાસ માટે રહેતી મહિલાને અકસ્માત પછી માથાનો દુખાવો ઓછો ન થતા તેની બહેનપણી દ્વારા બાયડ તાલુકાના જોધપુર ગામના ભુવા સાથે સંપર્ક કરાવતા ભુવાએ મહિલા પર તાંત્રિક વિધિ કરી વશમાં કરી લઇ પત્ની તરીકે રાખી ચાર વાર ગર્ભવતી બનાવી ગર્ભ પડાવી નાખ્યા બાદ મહિલાને તરછોડી દેતા તેમજ મહિલા અને તેના પરિવારજનોને જાન થી મારી નાખવાની ધમકી આપતા ભુવાથી ફફડી ઉઠેલી મહિલા છેતરપિંડીનો ભોગ બની હોવાનો અહેસાસ થતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અને મોડાસા શહેરના બાયપાસ રોડ પર પુત્રીના અભ્યાસ અર્થે રહેતી 38 વર્ષીય મહિલાને અકસ્માત થયા પછી માથાનો દુઃખાવો સતત રહેતો હોવાથી સારવાર કરાવવા ન મટતા તેની બહેનપણીએ માથાનો દુખાવો દૂર કરવા માટે તેના ઘરે આવેલા બાયડ તાલુકાના જોધપુર ગામના ભરત જયમલ રબારી પાસે દોરો કરાવવા બોલાવતા પીડિત મહિલા તેના ઘરે ગઇ હતી મોડી રાત્રે ભુવો ઘરે નીકળતા મહિલાનું ઘર રસ્તામાં હોવાથી તેને તેના ઘરે ઉતારી દેવાનું કહી ગાડીમાં બેસાડી મહિલાના ઘરે પહોંચી મહિલાને પ્રેમ કરતો હોવાનું જણાવી લગ્ન કરવાનું કહેતા મહિલા આનાકાની કરતી રહી હતી
મહિલાને માથું ઉતરતું ન હોવાથી ભરત ભુવાનો સંપર્ક કરતા મહિલાના ઘરે ભુવો પહોંચ્યો હતો અને મહિલા પ્રેમમાં પાગલ બની ભુવાને લગ્ન કરવાનું જણાવતા ભુવાએ વિચારવાનું કહીં માથાનો દુખાવો દૂર કરવા ભુવાએ તાંત્રિક વિધિ શરુ કરી મહિલાના માથા પર વિક્સ લગાવતા મહિલા બેભાન થતા મહિલા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા મહિલા ભાનમાં આવતા ભુવાએ કરેલ કાળા કરતૂતથી સમસમી ઉઠી ભુવા સાથે ઝગડો કરતા ભુવાએ તેની સાથે લગ્ન કરવાનું કહીં વારંવાર શારીરિક સબંધ બાંધ્યો હતો બંને બહાર ફરવા જતા હતા મહિલા સાથે ભુવાએ મહિલાના પરિવારજનોની હાજરીમાં મંદિરમાં લગ્ન કર્યા પછી પત્ની તરીકે રાખી ચાર વાર ગર્ભવતી બનાવી દવાઓ વડે ગર્ભ પડાવી નાખ્યા બાદ મહિલાએ તેના ઘરે લઇ જવાની વાત કરતા બહાના બનાવ્યા બાદ મહિલા જીદ કરતા ભુવાએ મહિલાને અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાં ધમકી આપી સંપર્ક તોડી નાંખતા મહિલા સાથે ભુવાએ પત્ની તરીકે રાખી છેતરપિંડી કરતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાયડ જોધપુર ગામના ભરત જયમલ રબારી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી









