GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ ડેરોલસ્ટેશન ખાતે દિલ્હી મુંબઈ રેલ્વે ફાટક ૫૨ પાંચ વર્ષથી ખોરંભે પડેલાં બ્રિજનું પુનઃકામ શરૂ.

તારીખ ૧૦/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલસ્ટેશનાં મધ્યસ્થેતી પસાર થઈ દિલ્હી મુંબઈ રેલ્વે ફાટક નં-૩૨ પર પસાર થતા કાલોલ જંત્રાલ,પાંડુ, ઉદલપુર તરફ જતા માર્ગે પરનાં વાહન વ્યવહાર માટે ઓવરબ્રિજ બનાવવા માટે જાન્યુઆરી-૨૦૧૭ માં ગુજરાતના તાત્કાલીન નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેની કામગીરી પણ તેજ વર્ષ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ કામગીરી શરૂ થયાનાં થોડો સમય વિત્યો કે કામકાજમાં ઓવરબ્રિજ બનાવનાર કંપની અને સરકાર વચ્ચે નાણાકીય બાબતની અટકળો સર્જાતાં બનાવનાર કંપનીએ ચાર મહિનામાં કામગીરી સમેટી લીધી હતી.ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા અનેક વાર રજુઆત અને આંદોલનો પણ કરવામાં આવ્યાં હતાં.પરંતુ જેતે સમયના વહિવટી તંત્રએ પ્રજાને ખો આપતા કામને ખોરંભે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક સ્કૂલો તેમજ રાહદારીઓને સર્જાતી મુશ્કેલીઓને દૂર કરવા માટે સરકાર દ્વારા તાત્કાલીન નિર્ણય લઇ ફાટક નંબર-૩૨ નું બેગ્રાઉન્ડ નાળુ પસાર કરવાની મંજૂરી આપી નાળાની કામગીરી શરૂઆત કરી બનાવી તેણે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પરંતુ હાલ દિલ્હી મુંબઈ માર્ગ કાલોલ તાલુકાના ગામોમાંથી પસાર થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો એ બ્રિજ બનાવવા અંગેની અવાર નવાર રજૂઆતો કરતા પાંચ વર્ષના ખોરંભે પડેલાં બ્રિજનું કામ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય એ છે કે ગત સમયમાં ઓરબ્રિજના કાર્યને લઈ પીંગળી ફાટક પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ભારે વાહનો પર પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જ્યારે હાલ પીંગળી ફાટક પર પણ એક ઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ ભારે વાહનોની ગતિઓમાં કોઈ ફર્ક પડતો નથી. સકડા માર્ગો પર ભારે વાહનોના કારણે ઉડતી ધૂળની ડમરીઓને લઈ પ્રજાના સ્વાસ્થ્યને ને પણ હાની પહોંચાડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તંત્ર દ્વારા કામગીરીને ઘ્યાન પર લઈ સચોટ નિર્ણય લેવામાં આવે અને તેનો અમલ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button