
સવારે તુર્કેઈ બાદ અત્યારે ઈરાનમાં પણ ભૂકંપના ભયાનક આંચકા અનુભવાયા છે. ઈરાનના દક્ષિણ કિનારે અને હોર્મોઝગાન પ્રાંતની રાજધાની અબ્બાસ બંદરના ઉત્તરપશ્ચિમ ભાગ આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. હાલમાં ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
28 જાન્યુઆરીએ પણ ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઉત્તર-પશ્ચિમ ઈરાનના ખોય શહેરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભૂકંપમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 440 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા હતા.
તુર્કેઈના દક્ષિણ પ્રાંત હૈટે અને ઉત્તરી સીરિયામાં પણ સવારે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ત્રણ લોકોના મોતની પૃષ્ટી થઇ છે. ગત 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશકારી ભૂકંપમાં તુર્કી અને સીરિયામાં મૃતકોનો આંકડો 46,000ને પાર પહોચી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા લાખોમાં છે.