MORBI:મોરબીના યુવા એડવોકેટની ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના ચેરમેન તરીકે વરણી!

MORBI:મોરબીના યુવા એડવોકેટની ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના ચેરમેન તરીકે વરણી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયાની તાજેતરમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના મોરબી જિલ્લાના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને ચોમેરથી તેઓને શુભકામનાઓ મળી રહી છે
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના હિમાંશુભાઈ રાજા દ્વારા તાજેતરમાં મોરબી જિલ્લામાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસો.ના ચેરમેન તરીકે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રજની પ્લાઝામાં ઓફિસ ધરાવતા મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયાની વરણી કરવામાં આવેલ છે અને ઇન્ટરનેશનલ હ્યુમનભાઈ એસો. દ્વારા સમગ્ર ભારત દેશની અંદર અનેકવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાની અંદર ચેરમેન તરીકે યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયાને જવાબદારી આપવામાં આવી છે અને આગામી સમયમાં મોરબી જિલ્લાની અંદર તેઓની કામગીરી નોંધપાત્ર રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને હાલમાં તેઓની આ વરણીને આવકારીને વકીલમિત્રો સહિતનાઓ તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.








