
૧૧ – નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- માન. વડાપ્રધાનશ્રી મોદીજીએ મન કી બાત કાર્યક્રમ માં વોકલ ફોર લોકલ માટે કરેલ આહ્વાન ને દેશભર માં સાર્થક થઈ રહ્યું છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે, આત્મનિર્ભર ભારત માટે આજે દરેક લોકો વોકલ ફોર લોકલ ને અપનાવે છે. આપણા ઉત્પાદનો વર્લ્ડ કલાસ છે. વૈશ્વિક શ્રેષ્ઠ છે. આના માટે આપણા ઉધોગ સાહસીકો આગળ આવે સ્ટાર્ટ અપને આગળ ધપાવવું પડશે આપણો દેશ ગામડાઓ નો દેશ છે. એને ધબકતું રાખવા નાના માં નાના કારીગરો નું ધ્યાન રાખવું પડશે.આ દિવાળીના પવન અવસરે લોકોને તેમની આસપાસના સ્થાનિક ઉત્પાદકો પાસે થી ખરીદી કરવા ની અપીલ શ્રી વિનોદભાઇ ચાવડાએ કરી હતી.આ પ્રસંગે સમાજ સેવક શ્રી દિલીપભાઇ દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનક સિંહ જાડેજા, જિલ્લા ભાજપા મહિલા મોરચા અધ્યક્ષશ્રી ગોદાવરીબેન ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, નગરપાલિકા નેતા કમલભાઇ ગઢવી, તાલુકા ભાજપા મહામંત્રીશ્રી દિનેશભાઇ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.