
વિજાપુર આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા દ્વારા શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિર ના ઉત્સવ ની ઉજવણી નિમિત્તે વેશભૂષા સાથે રેલી કાઢી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તારમાં આવેલ આશ એજ્યુકેશન ટ્રસ્ટ ની પ્રાથમિક શાળામાં ભણતા બાળકો દ્વારા અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિરની 22જાન્યુઆરી એ પ્રતિષ્ઠા કરવા ની હોઈ તેની ઉજવણી ના ભાગ રૂપે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામ, શ્રી લક્ષ્મણ,અને માતા સીતાજી ની વેશભૂષા સાથેની રેલી કાઢવામાં આવી હતી જેમાં શ્રીરામજી ના ફોટાવાળી ધ્વજાઓ સાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શાળા માંથી રેલી સ્વરૂપે નીકળી જુદાજુદા વિસ્તારો માં ફરી હતી અને અયોધ્યા ખાતે શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા ને સફળ બને તે માટે શાળામાં પ્રાર્થના કરવામાં આવી રેલી માં શાળા ના શિક્ષકો અને ટ્રસ્ટી રાજુભાઈ પટેલ તથા અશોકભાઈ પટેલ સહિત જોડાઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો