BANASKANTHAGUJARATPALANPURUncategorized

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે પાલનપુર પોલીટેકનિક કોલેજ ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાઈ ગયેલ

26 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે પાલનપુર પોલીટેકનિક કોલેજ ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં વ્યસનથી થતા નુકસાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ તેમના પરિવાર અને સગા સંબંધીઓને વ્યસનની ભયાનકતા અંગે જાગૃત કરી સમાજ અને દેશને વ્યસન મુક્ત બનાવવાના વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા.અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં બીડી, સિગારેટ, ગુટખા, દારૂ અને ડ્રગ સહિતના વ્યસનનું પ્રમાણ વધી ગયું છે. વ્યસનથી માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ આખો પરિવાર આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક રીતેબરબાદ બને છે. યુવાનીમાં વિદ્યાર્થીઓ વ્યસનના બદલે કારકિર્દી ઘડતર અને તેમના ઉજ્જવળ ભવિષ્યના સપના સાકાર કરવામાં પોતાનો અમૂલ્ય સમય વિતાવે એ આજના સમયની માંગ છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અંગે સમજણ આપી તેમને જાગૃત કર્યા હતા. તેમજ વ્યસન મુક્ત બનવાનો અનુરોધ કરી વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડૉ. જીગ્નેશ હરીયાણી, તાલુકા હેલ્થ ઓફીસર ડૉ ડી ડી મેતિયા,જિલ્લા કાઉન્સેલરશ્રી નોંધેલીયા, અર્બન હેલ્થ ઓફિસરશ્રી ડૉ. દિવ્યાબેન પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર પી.વી જાદવ,અર્બન હેલ્થ સુપરવાઇઝરશ્રી દિનેશભાઈ શ્રીમાળી, આરોગ્ય કાર્યકર રાજુભાઈ કરણ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, પોલીટેકનિક કોલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button