
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હોકી સિલેક્શનમા, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા-ડાંગના સેવુર માયાબેન ગૌત્તમભાઈ T.Y.B.A અને પવાર નેહાબેન અરુણભાઈ S.Y.B.A ની બે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેઓની પસંદગી થવા પામી છે.
આ વિદ્યાર્થીઓ માટે 26 ડિસેમ્બરના રોજ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ જે.આર. નાગર રાજસ્થાન વિદ્યાપીઠ મુકામે રમતનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ કરાટે સ્પર્ધા એસ.ટી.જૈન સુરત મુકામે યોજાઇ હતી. જેમા 63 કી.ગ્રામ વેઇટ કેટેગરીમા આહવા સરકારી કોલેજની ચૌધરી દિવ્યાબેન અનિલભાઈ T. Y. B. A ની વિદ્યાર્થીનીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ તમામ વિદ્યાર્થીઓને પી.ટી.આઈ. મેસુરીયા હિતાક્ષી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ હતુ. કોલેજના આચાર્યશ્રી ડો.યુ.કે.ગાંગુર્ડે તથા સમગ્ર કોલેજ પરિવારવતી તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.








