MORBI:મોરબીના ખોડાપીપર(કોયલી) ગામ નજીકથી વિદેશી દારૂના ચપલા સાથે એક ઇસમ ઝડપાયો

MORBI:મોરબીના ખોડાપીપર(કોયલી) ગામ નજીકથી વિદેશી દારૂના ચપલા સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના ખોડાપીપર(કોયલી) ગામ નજીક આવેલ કેનાલ પાસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૦એમએલ ક્ષમતાની શીલપેક ૨૫૫ નંગ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે આવેલ કેનાલમાં અમુક ઈસમો વિદેશી દારૂની બોટલો સગેવગે કરતા હોવાની મળેલ બાતમીની આધાર મુજબની જગ્યાએ રેઇડ કરતા આરોપી મિયાજર ઉર્ફે જગો લક્ષ્મણભાઇ જારીયા ઉવ.૨૮, રહે.ખોડાપીપર(કોયલી) તા.જી.મોરબી ઇગ્લીશ દારૂની બોટલો સગેવગે કરતા આરોપીને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે સ્થળ ઉપરથી ૧૮૦ મી.લી.ની વિદેશી દારૂની ૨૫૫ નંગ બોટલ જેની કિં.રૂ.૨૫,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની પ્રાથમિક સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો અન્ય આરોપી ભુપતભાઇ દેવજીભાઇ કુંભારવાડીયા રહે. ફડસરવાળા પાસેથી વેચાણ કરવા લીધેલ હોવાની કબૂલાત આપતા મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.