નેચર ક્લબ, આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ, પાલનપુરના ઉપક્રમે યોજાયું પર્યાવરણ જાગૃતિ સંદર્ભે વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું
16 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત, આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજ ઓફ કોમર્સ ખાતે ચાલતી નેચરલ ક્લબ અને ગ્રીન ઓડિટ કમિટી ના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ સંદર્ભે એક વ્યાખ્યાન યોજાયું. જેમાં ડો. જીગ્નેશ ત્રિવેદી, મદદનીશ પ્રાધ્યાપક હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ, – માઇક્રો પ્લાસ્ટિક પોલ્યુશન ઇન ધ મરીન એન્વાયરમેન્ટ: એ મેજર થ્રેટ ટુ મરીન બાયોડાઇવર્સિટી એન્ડ હ્યુમન્સ વિષય અંતર્ગત ખૂબ જ રસપ્રદ માહિતી આપી. ડોક્ટર ત્રિવેદી મરીન સાયન્સના યંગ સાઈન્ટીસ્ટ અને પીએચડી ગાઈડ પણ છે. તેઓએ જણાવ્યું કે માણસ દૈનિક વપરાશમાં 30 જેટલી પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ ઉપયોગમાં લે છે, જેમાંથી રિસાયક્લિંગ ન થઈ શકે તેવું પ્લાસ્ટિક આપણા પર્યાવરણમાં અને સમુદ્રમાં પણ ભળે છે. આ પ્લાસ્ટિક જીવોના શરીરમાં દાખલ થઈ તેમની સંતતિઓમાં પણ વહન પામે છે. જે માનવજાત માટે ખૂબ મોટો ખતરો છે. તો દૈનિક વપરાશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સમજી વિચારીને કરીએ એ માનવજાત માટે ખૂબ ફાયદામાં છે. આજના કાર્યક્રમમાં 65 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેચરલ ક્લબ કન્વીનર ડો. એસ એચ પ્રજાપતિએ કર્યું. સાથે બાયોલોજી વિભાગમાંથી ડો. એમ કે પટેલ, ડૉ. હરેશ ગોંડલીયા, ડૉ. ધ્રુવ પંડ્યા, પ્રા. અંકિતા અને પ્રા. અમી પ્રજાપતિ વગેરેનો સહયોગ રહ્યો. સમગ્ર કાર્યક્રમ માટે પ્રિ ડૉ વાય બી ડબગરે સૌને પ્રોત્સાહિત કર્યા.