લિલવા ગામ સમસ્ત ગામ ના ટીબે રાયણવારા ખમકારી ખોડિયાર નો પ્રાગટય દિન વાજતે ગાજતે સામૈયા સાથે માતાજી નો નેજો નૈવેદ્ય પુજા અર્ચના સાથે ગામ ની મુખ્ય માર્ગો પરથી માતાજી ના સ્થાનક સુધી જય ને અબીલ ગુલાલ ની છોડો સાથે વિધિવત પૂજા આરાધના કરવા આવી કુમારિકા ઓને નરેન્દ્રભાઇ બાબરીયા તરફથી ભેટ પુજા આપી અને ગામ ના તમામ બાળકો ને મહાપ્રસાદ બટુક ભોજન અને હાજર રહેલા સહુ કોઇ નૈવેદ્ય લાપસી નો પ્રસાદ ની લ્હાણી કરવા આવેલ આ સ્થળને માર્બલના ઓટા થી મઢવામાં આવેલ જેમાં ગામ ના તમામ લોકો નો મોટા મને સહયોગ મળેલ આ જગ્યા પાણી ના વહેણ વચ્ચે વર્ષો થી હોય ચોમાસાની ઋતુમાં માતાજી પાણી ની વચ્ચે જ હોય છે છતાં જે સ્થીતી હોય તેવી જ સ્થિતિ જળવાઈ રહે છે ગામ તથા આજુબાજુના ગામના લોકો દ્વારા માનતા ઓ ચડાવવા માટે બહાર થી પણ માઈ ભક્તો આવેછે માનતા પુરી કરેછે આ જગ્યા ગામ નું આસ્થા નું કેન્દ્ર છે જ્યારે નેજો ચડાવવા મા આવે ત્યારે નેજા પર દેવચકલી બીરાજે છે આ ગામમાં બધા સમાજ ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી એકતા નુ ઉદાહરણ પુરૂ પાડે છે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





