BANASKANTHAPALANPUR

મુસ્લિમ દંપતિ દ્વારા હિન્દૂ યુવતીનું પાલનપુર ખાતે કન્યાદાન

15 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ દંપતી મશરૂફ અહેમદ મહેબુબબક્ષ કુરેશી અને તેમના પત્ની નસીમબાનુએ હિન્દુ યુવતીનું કન્યાદાન કરી કોમી એખલાસનું ઉદાહરણ પુરું પાડ્યું હતુ. 20 વર્ષ અગાઉ તેમના પુત્ર વસીમે મુળ પાલનપુરના ભાવીસણા ગામના કેસીબેન અજમલજી ઠાકોરને ધર્મની બહેન બનાવી તેમની બંને દીકરીઓના લગ્ન કરી આપવાનું વચન આપ્યું હતુ.જોકે, વસીમનું નિધન થઇ જતાં પુત્રનું વચન માતા-પિતાએ નિભાવ્યું હતું. અજમલજીની દીકરી રીંકુના લગ્નમાં તેનુંં કન્યાદાન કરી દીકરા વસીમનું વચન પણ નિભાવ્યું હતું. કેસીબેનના પતિ અજમલજીનું બે વર્ષ અગાઉ કોરોનામાં નિધન થયું હતુ.અને ધર્મના માનેલા ભાઈનું પણ નિધન થયું હતું પણ તેના માતાપિતાએ વચન નિભાવતા કેસીબેન સહિત સૌ આગંતુકો ભાવવિભોર બની ગયા હતા.

[wptube id="1252022"]
Back to top button