
તા.૧૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ચુવાળીયા કોળી સમાજની દિકરીઓમા શિક્ષણ નું સ્તર ઉંચુ લાવવા તેમજ કન્યા કેળવણી ના શુભ આશયથી આગામી સમયમાં રાજકોટ ખાતે રૂપિયા દસ કરોડ ના ખર્ચે અતિ ભવ્ય ચુવાળીયા કોળી સમાજ કન્યા છાત્રાલય બનાવવા માટે આજરોજ જુનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ વેલનાથ બાપુ જગ્યાએ ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઝીંઝુવાડીયા અને સમસ્ત કોળી સમાજ દ્વારા જુનાગઢ વેલાવડ મંદિર ખાતે દિવ્ય ધ્વજારોહણ કરી શૈક્ષણિક રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું જે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને શિક્ષણ ની જ્યોત જગાવશે.

આ તકે પ્રદેશ પ્રમુખશ્રી ધર્મેશભાઈ મોહનભાઈ ઝિંઝુવાડીયા (ઉધોગપતિ-ભામાશા) રાજકોટ તથા ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા જુનાગઢ ના આગેવાનો બટુકભાઈ મકવાણા કાળુભાઈ કડીવાર જીતુભાઈ રાનેરા રમેશભાઈ બાવળીયા કાળુભાઈ ચાવડા અરજણભાઈ દેત્રોજા રવજીભાઈ ધોળકિયા રાયમલભાઈ સિહોરા સમજુભાઈ સોલંકી બાવળીયા ભાવેશભાઈ ઝિંઝુવાડીયા રામદેવભાઈ ચુડાસમા પંકજભાઈ ભરડા કાળુભાઈ ડાભી મનુભાઈ ઝાલા કડવા બાપા કરાણીયા દિનેશભાઈ મકવાણા નટુભાઈ કુવરીયા ભરતભાઈ ડાભી ભરતભાઈ બાલોન્દ્રા વિજયભાઈ મેથાણીયા દેવાંગભાઈ કુકાવા તેમજ જુનાગઢ તથા રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરમાંથી ચુવાળીયા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજ ના આગેવાનો ભાઈઓ અને બહેનો એ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.








