
નર્મદા પોલીસનો માનવતાવાદી અભિગમ, દોઢ વર્ષથી ગુમ થયેલ અસ્થિર મગજના યુવાનનું તેની માતા સાથે મિલન કરાવ્યું
પુત્રની શોધખોળ કરી આશાની દરેક કિરણ છોડી દીધા બાદ મહેસાણા રહેતી માતાને પુત્ર મળી જતા ગદગદ થઈ
રાજપીપળા ટાઉન પી.આઇ આર.જી. ચૌધરીએ માનવતા દાખવી તપાસ હાથ ધરી યુવાનને માતા સાથે મળાવ્યો
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપળા જકાતનાકા પાસેથી મળેલ યુવાનને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મહેસાણા રહેતી માતા સાથે સુખદ મિલન કરાવી પોલીસની ભીતરની સંવેદના બતાવતા યુવાનની માતા ભાવવિભોર થઈ હતી
સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજપીપળા પોલીસ મથકના પીઆઇ આર જી ચૌધરી ૧૮.૦૩.૨૩ ના પોતાના સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વડીયા જકાતનાકા પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઈસમ તેમને જોવા મળ્યો ત્યાં ઇસમની પૂછપરછ કરતાં તેની માનસિક સ્થિતિ યોગ્ય નહિ લાગતા ઈસમને પોલીસ મથક લાવવામાં આવ્યો અહીંયા પોલીસે આ ઈસમને સ્નાન કરાવી તેની હજામત કરાવી જમાડ્યો પીઆઇ ચૌધરી તેમજ તેમના પોલીસ માણસો દ્વારા ઇસમની પૂછપરછ કરી તેનું નામ જાણ્યું ઉપરાંત ક્યાંનો રહેવાસી છે વગેરે તપાસ હાથ ધરી ત્યારે ભારે જહેમત બાદ પોલીસને ખબર પડી કે આ ઈસમ નું નામ રમેશ જયંતિ રાવળ છે તે મૂળ વિશનગર તાલુકાનાં ભાલક ગામનો રહેવાસી છે ત્યારે પોલીસે તેના પરિવાર ની તપાસ આરંભી અને તેની માતા નો સંપર્ક થતાં તેમને રાજપીપળા બોલાવ્યા
રાજપીપળા આવી માતાએ પુત્રને જોતાજ ગદગદ થઇ અને ચોધાર આંસુ એ રડવા લાગી માતા શારદા બેન જયંતીભાઈ રાવળ ને સમગ્ર મામલે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હું વડનગર રહેતી હતી ત્યાં હોટલમાં વાસણ માંજવા નું કામ કરું છું મારો પુત્ર દોઢ વર્ષ પેહલા ગુમ થયો હતો ત્યારે મે લાંબો સમય શોધખોળ બાદ તેની મળવાની આશા છોડી દીધી હતી ત્યારે દોઢ વર્ષ બાદ રાજપીપળા પોલીસના સફળ પ્રયાસના કારણે આજે માતાને તેનો પુત્ર મળ્યો છે ત્યારે તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા
બોક્ષ મેટર
માતા પુત્રનું મિલન કરાવનાર રાજપીપળા પોલીસ મથકના પીઆઇ આર જી ચૌધરી સહિત તેમની ટીમ ને લોકો અભિનંદન આપી રહ્યા છે ઉપરાંત ખુદ નાયબ પોલીસ અધિક્ષક જી. એ.સરવૈયાએ પણ પોલીસના માનવતાના અભિગમને બિરદાવ્યો






