બી.આર.સી ભવન વડગામ ખાતે દાંતા અને વડગામ તાલુકાનો સાથે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

23 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આજ રોજબી.આર.સી ભવન વડગામ ખાતે દાંતા અને વડગામ તાલુકાનો સાથે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ( MD,CP,OH,HI,VI,) અને માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવેલ.કાર્યક્રમની અંદર શરૂઆતમાં આવનાર તમામ વાલીઓ અને બાળકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ.પછી સેશનમાં ડોક્ટર દારા દરેક બાળકોને ચેક કરીને સાધન આપેલ અને સાથે માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવેલ.તમામ વાલીઓ અને બાળકોને ભોજન પણ લીધેલ. કેમ્પની અંદર બનાસકાંઠા જિલ્લાના આઈડી કોડિનેટર સાહેબ શ્રી, પરીખ હરેશભાઈ, દાંતા અને વડગામ તાલુકાના તમામ સ્પેશિયલ એજયુકેટર અને વિશિષ્ટ શિક્ષક અને આવનાર તમામ ડોક્ટર સાહેબ શ્રી હાજર રહેલ. અને ખૂબ સારી કામગીરી બજાવી છે. કેમ્પની અંદર જે માનસિક ક્ષતિ ધરાવતા જે દિવ્યાંગ બાળકોને અગાઉ જે કીટ મળતી હતી તે હવે બંધ થઈ ગઈ છે અને હવે જે કેટેગરીમાં દિવ્યાંગ બાળકો આવતા હોય તેમનું સચોટ મૂલ્યાંકન કરીને તેની ઉંમર મુજબ અને ટકાવારી જોઈને ખૂબ સારી કીટ મળશે. આમ, કેમ્પ એકદરે ખૂબ સારો રહ્યો અને સ્પેશિયલ એજયુકેટર અને વિશિષ્ટ શિક્ષક શ્રી ની ભૂમિકા ખૂબ સારી જોવા મળેલ. અંતમા, એકદરે બહું સારી સંખ્યામાં વાલીઓ અને બાળકો જોવા મળેલ.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.



