
તા.૮/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૦૯ ડિસેમ્બરે ખીરસરા અને વાડાસડા તથા ૧૦ ડિસેમ્બરે ખજૂરી ગુંદાળા અને સ્ટેશન વાવડી ગામે યોજાશે
Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં પીઠડીયા, કાગવડ, મોણપર, દેરડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જ્યાં ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ યાત્રા તા. ૦૯ ડિસેમ્બરે ખીરસરા અને વાડાસડા તથા તા. ૧૦ ડિસેમ્બરે ખજૂરી ગુંદાળા અને સ્ટેશન વાવડી ગામે યોજાનાર છે.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પ તથા ઉપસ્થિત રહેલા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, વિધવા સહાય હુકમ, પોષણ કીટ, સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.પી. વણપરીયા, મામલતદારશ્રી એ.પી. અંટાળા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ એમ.આર.પાલા, શ્રી એમ. એન. રાવલ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









