નારણ ગોહિલ લાખણી

*લાખણી તાલુકાના વાસણા વાતમ ની ગોગાપુરા પ્રાથમિક શાળા હંમેશા કંઈક નવુ કરવા મા પ્રથમ રહેતી હોય છે ત્યારે ઉનાળા ની ધખ ધખ તી ગરમી પડી રહી છે શાળા પણ વહેલી સવાર ની છે ત્યારે બાળકો પણ ગરમી થી રાહત મળે તેવા હેતુ થી શાળા મા ચપ્પલ વિતરણ કરવા મા આવ્યા છે વહેલી સવારે બાળકો ભણવા જતા હોય છે શાળા છુટવા નો ટાઈમ 11 થી 12 વાગ્યા આસપાસ હોય છે ત્યારે કાળ ઝાળ ગરમી પડતી હોય છે બાળકો પણ વહેલી સવારે ચપ્પલ વગર ભણવા જતા નજરે પડે છે તો કેટલાંક ભુલી પણ જતા હોય છે તો કેટલાંક બાળકો ગરીબ હોય છે જે બીના ચપ્પલ વગર ભણવા જતા નજરે પડે છે તેવા હેતુ થી લાખણી તાલુકાના વાસણા ની ગોગાપુરા પ્રાથમિક શાળા મા 1 થી 5 ધોરણ ના બાળકો ને દાતા દ્વારા ચપ્પલ આપી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવા મા આવ્યું છે જે દાંતા વિજાપુરડા નિવાસી હાલ રાજકોટ શ્રી માળી ચિરાગભાઈ અને તેમના પરિવાર દ્વારા બાળકોને ચપ્પલ આપવા મા આવ્યા હતા જેનુ શાળા પરિવાર ના આચાર્ય જીગ્નેશભાઈ અને મિનકાબેન સહિત બાળકો એ આભાર માન્યો હતો



