
મોરબી જિલ્લામાં હમીરપર અને જેપુર ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
મોરબી જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત વિવિધ સફાઈ ઝુંબેશના આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના હમીરપર ગામે આંગણવાડી તેમજ આજુબાજુના વિસ્તારમાં અને વાંકાનેર તાલુકાના જેપુર ગામે સાફ સફાઈની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

આ સાફ સફાઈની પ્રવૃત્તિમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નો સ્ટાફ, આંગણવાડી કાર્યકર તેમજ ગ્રામજનો જોડાયા હતા.
[wptube id="1252022"]








