BANASKANTHAPALANPUR
ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત ગુજરાત રાજ્યની મધ્ય ઝોન રસ્સાખેંચ સ્પર્ધામાં રામપુરા (દામા)નો ઉત્કૃષ્ટ દેખાવ
7 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ખેલ મહાકુંભ અંતર્ગત 2.0 ગુજરાત રાજ્ય મધ્ય ઝોન કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા માણસા ખાતે યોજાયેલ.જેમાં બનાસકાંઠા જિલ્લા નું પ્રતિનિધિત્વ રામપુરા ની મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ ના ખેલાડીઓએ ભાગ લીધેલ અને ઝોન કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ. ભાગ લેનાર ખેલાડીઓમાં ચૌધરી દિનેશ, ચૌધરી શામળ, ચૌધરી પ્રકાશ, ચૌધરી ભમરાભાઈ,ચૌધરી ઈશ્વર, ચૌધરી ઈશ્વર યુ, ચૌધરી મહેન્દ્ર ચૌધરી જયંતી ચૌધરી અલ્પેશનો સમાવેશ થાય છે. તમામ ખેલાડીઓને શાળાના વ્યાયમ શિક્ષક શ્રી પી.બી રાવલે માર્ગદર્શન પૂરું પાડેલ. સદર ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મધ્ય ઝોનનુ પ્રતિનિધિત્વ કરશે.
[wptube id="1252022"]